લલિત મોદી ફરી એકવાર પરત ફર્યો છે. ૈંઁન્ જેવી મેગા લીગ શરૂ કરનાર લલિત મોદીએ હવે ઈંગ્લેન્ડની બહુચર્ચિત પરંતુ નિષ્ફળ લીગ ધ હન્ડ્રેડને સુધારવાની યોજના રજૂ કરી છે. લલિત મોદીએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને એક પ્લાન મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જાે કેટલાક મોટા ફેરફારો કરવામાં આવે તો આગામી દસ વર્ષમાં ધ હન્ડ્રેડ એવી લીગ બની શકે છે જે લગભગ ૮૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, લલિત મોદીએ ધ હન્ડ્રેડ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને મોકલ્યો છે.
આ પ્રસ્તાવનો મુખ્ય ફોકસ આ લીગ દ્વારા ઈઝ્રમ્ની આવક વધારવાનો છે અને ૈંઁન્ સાથે સ્પર્ધા કરવા માટે લીગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લલિત મોદીએ પ્રસ્તાવ મૂક્યો છે કે ખેલાડીઓ માટે ૧૦ વર્ષ માટે એક મોટું પર્સ બનાવવામાં આવે અને તેને ૧૦ ટીમો સાથેની લીગ પણ બનાવવી જાેઈએ. લલિત મોદીનો દાવો છે કે આ મુદ્દાઓ સાથે કેટલાક અન્ય ફેરફારો કરીને આ લીગને ૧ બિલિયન યુએસ ડોલરની આવકમાં લઈ જઈ શકાય છે. એટલું જ નહીં, લલિત મોદીએ એમ પણ કહ્યું છે કે જાે મ્ઝ્રઝ્રૈં તેની સાથે સંમત થાય તો તેમાં બે ૈંઁન્ ટીમો પણ ઉમેરી શકાય છે.
જાે કે, આ માટે ઈઝ્રમ્એ તેની લીગમાં ખાનગી રોકાણકારો માટે દરવાજા ખોલવા પડશે. રિપોર્ટ અનુસાર, મ્ઝ્રઝ્રૈં પણ આ મુદ્દે ઈઝ્રમ્થી નારાજ થઈ શકે છે. કારણ કે મ્ઝ્રઝ્રૈંએ લલિત મોદી પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો છે, તેથી જાે કોઈ બોર્ડને તેમની સાથે કોઈ સંબંધ હોય તો મ્ઝ્રઝ્રૈં નારાજ થઈ શકે છે. સ્થિતિ એવી છે કે ૈંઁન્ દરમિયાન કોઈ કોમેન્ટેટર લલિત મોદીનું નામ પણ લેતું નથી. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આઈપીએલ જેવી હન્ડ્રેડ લીગ શરૂ કરી હતી, જેમાં માત્ર ૧૦૦ બોલ જ રમાય છે.



















Recent Comments