fbpx
અમરેલી

૮૩.૮ ટકા પરીક્ષાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા પરથી વિશ્વાસ ઉઠી ગયો : પરેશ ધાનાણી

આજના આ સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે વિદ્યાર્થી સતત મહેનત કરતો જોવા મળે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓનું સપનું સરકારી નોકરી મેળવવાનું હોય છે, પરંતુ ઘણીવાર પેપર લીક થવાના બનાવો બને છે, ત્યારે પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓની માનસિક સ્થિતિ અંગે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું છે,
જેમાં ૩પ૦ જેટલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાઓનો સર્વે કરવામાં આવ્યો છે. આ ૩પ૦ પરીક્ષાઓમાંથી ૭૮.૯ ટકા પરીક્ષાઓ અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષા આપેલી જોવા મળી છે. જેમાંથી ૬૪ ટકા પરીક્ષાર્થીઓ અગાઉની પરીક્ષા આપવા ગયેલ તેમાં પરીક્ષા પહેલા પેપર પેપર લીક થયેલ હતું, તેની અસર હાલ પણ તેના માનસ પર જોવા મળે છે. ૯૪.૪ ટકા પરીક્ષાર્થીઓને સતત એજ પ્રશ્ન સતાવે છે કે આ વખતે તો પેપર લીક નહી થાય ને ?
આવા પ્રશ્નોના કારણે તે પોતાની પરીક્ષાની તૈયારી કરી શકતા નથી, વાંચનમાં એકાગ્ર થઈ શકતા નથી, વારંવાર પેપર લીક થવાના કારણે ૯પ.૬ ટકા પરીક્ષાર્થીઓને વાંચન કરવામાં કંટાળો આવે છે. તેવું પણ અનુભવી રહયો છે, આ ઉપરાંત પરીક્ષાની તૈયારી કરવાનું છોડી દેવાનો પણ વિચાર આવે છે. તેવું આ સર્વેક્ષણમાં જોવા મળ્યું છે. ૯ર ટકા પરીક્ષાર્થીઓ પેપર લીક થવાના બનાવોના કારણે ૯૧.ર ટકા પરીક્ષાર્થીઓને પોતાનું ભવિષ્ય ધૂધળું લાગે છે. ૮૬.પ ટકા પરીક્ષાર્થીઓમાં આવા કારણે આત્મવિશ્વાસમાં ઘટાડો થયેલો જોવા મળે છે. જેના પરિણામે ૮૩.૮ ટકા પરીક્ષાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

Follow Me:

Related Posts