fbpx
બોલિવૂડ

૮ વર્ષ બાદ કાજાેલ અને ક્રિતિ એક પ્રોજેકટમાં સાથે જાેવા મળશે

કાજાેલ અને ક્રિતિ સેનનની આગામી ફિલ્મ દો પત્તીનું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું છે. ક્રિતિએ નવ વર્ષ પહેલા બોલિવૂડમાં શરૂઆત કરી હતી. ફિલ્મોમાં લીડ રોલ બાદ હવે ક્રિતિએ પ્રોડ્યુસર તરીકે કરિયરને નવી દિશા આપી છે. ‘દો પત્તી’માં ક્રિતિ અને કાજાેલ ૮ વર્ષ બાદ ફરી સાથે કામ કરી રહ્યા છે. કાજાેલ અને ક્રિતિએ ૮ વર્ષ પહેલા દિલવાલેમાં સાથે કામ કર્યું હતું. કાજાેલ અને ક્રિતિની આ બીજી ફિલ્મ છે, જેને ઓટીટી પ્લેટફોર્મ માટે બનાવવામાં આવે છે. ક્રિતિએ થોડા સમય અગાઉ પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી હતી, જેના બેનર હેઠળ પહેલી ફિલ્મ બની રહી છે.

તેમાં કો-પ્રોડ્યુસર તરીકે કનિકા ધિલ્લોન જાેડાયાં છે, જ્યારે ડાયરેક્શનની જવાબદારી શશાંક ચતુર્વેદીએ સંભાળી છે. દો પત્તીની સ્ટોરીમાં મિસ્ટ્રી અને સસ્પેન્સ છે. તેનું મોટાભાગનું શૂટિંગ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં થશે. ક્રિતિએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ બ્લ્યૂ બટરફ્લાય રાખ્યું છે. ક્રિતિએ આ અંગે જણાવ્યું હતું કે, તેને પ્રોડક્શનનું કામ હંમેશા ગમ્યું છે. દિલને સ્પર્શી જાય તેવી કહાની સાથે જાેડાવાનું ગમે છે. નિર્માતા તરીકે કનિકા ધિલ્લોન સાથે કામ કરવા માટે ઉત્સુક છું. આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. જાે કે તેની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી.

Follow Me:

Related Posts