fbpx
સૌરાષ્ટ - કચ્છ

૯મી આંતરરાષ્ટ્રીય બી-પ્લાન ચેમ્પિયનશિપમાં દ્વિતીય સ્થાન મેળવ્યું

ઈન્દોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા ૧૮-૧૯ ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન ‘મેક ઇનટર્ન’ અને ‘ૈ૫ સમિટ’ ના સંયુક્ત ઉપક્રમે ૯મી આંતરરાષ્ટ્રીય બી-પ્લાન ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં વિવિધ નામાંકિત અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધાત્મક બિઝનેસ પ્લાન રજુ કરવામાં આવ્યાં હતા. આ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગીતામાં જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટી, જૂનાગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને સ્પર્ધાત્મક બી – પ્લાન રજૂ કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યો હતો. તેઓને ટ્રોફી અને રૂપિયા ૧૫,૦૦૦ રોકડ પુરસ્કાર મેળવતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૂનાગઢ કૃષિ યુનિવસિર્ટીનું ગૌરવ વધાર્યું છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટીયા, સંશોધન નિયામક અને ડીન પીજી ડો. ડી. આર. મહેતા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.એમ. ગાજીપરા, કુલસચિવ ડો. કલ્પેશ કુમાર અને આચાર્ય ડો. સી. ડી. લખલાણી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન પૂરું પાડનાર પ્રાધ્યાપકોને બિરદાવવામાં આવ્યાં હતા. આ તકે વિશેષમાં કુલપતિ ડો. વી. પી. ચોવટીયા દ્વારા આ પ્રકારના વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં યુનિવર્સીટીના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિશ્વ કક્ષાએ ખ્યાતી આપાવે તે માટે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે.

Follow Me:

Related Posts