fbpx
ગુજરાત

૯૭૮ કરોડના ખર્ચે દ્વારકામાં તૈયાર થયેલ સુદર્શન બ્રિજમાં પડ્‌યા ખાડા

ગુજરાતમાં વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે દ્વારકા અને જામનગરમાં જળબંબાકાર જેવી સ્થતિનું નિર્માણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવવા અસરગ્રસ્ત જિલ્લાઓ ખાસ કરીને જામનગર અને દ્વારકા જિલ્લાના ગામોનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે દ્વારકાના રૂ. ૯૦૦ કરોડના ખર્ચે નવનિમિર્ત સુદર્શન બ્રિજમાં પડેલા ખાડાઓને લઈને કોંગ્રેસે પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સુદર્શન બ્રિજની તસવીરો શેર કરતા સવાલ કર્યો છે કે પાંચ મહિના પહેલા શરૂ થયેલા સુદર્શન બ્રિજમાં ખાડાઓ પડ્‌યા છે. પહેલા વરસાદમાં જ ખાડાઓ પડતાં વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

Follow Me:

Related Posts