અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં સાવરકુંડલા શહેરમા ધનાબાપુ આશ્રમ, સાવર સ્મશાનમા તમામ મુર્તીની સાફાઇ, વિંઝુડાવાસ, સોમનાથ મહાદેવ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, ઉતાવળા હનુમાન મંદિર, પરમસુખ હનુમાનજી દાદા, રામેશ્વર મહાદેવ મંદિર, શોરાવાડી હનુમાનજી મંદિર, કાશીવિશ્વનાથ મહાદેવ મંદીર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે તથા મેલડી ચોકમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું જયારે સાવરકુંડલા તાલુકાનાગોરડકા, દેતડ, જીરા, જુનાસાવર, કેરાળા, ખાલપર, મેકડા, ઘોબા, પીપરડી, ઝડકલા, કાંત્રોડી, નાળ, ઠવી, વિરડી, મોટાભમોદ્રા, શેલણા, વંડા, પીયાવા, ધાર, મોલડી, અમૃતવેલ, ખડકાળા, નાનાભમોદ્રા, કરજાળા, નેસડી, કાનાતળાવ, મોટાઝીંઝુડા, નાનાઝીંઝુડા, પીઠવડી, સેંજળ, વાંશીયાળી, ભોંકરવા, નાનીવડાળ, ભેંકરા, વિજયાનગર, હાથસણી, ધજડી, બાઢડા, ગાધકડા, લીખાળા, ડેડકડી, જાંબુડા, ખડસલી, લુવારા, જાબાળ, કૃષ્ણગઢ, સાકરપરા, વિજપડી, હાડીડા, ચિખલી, ભમ્મર, દોલતી, આંબરડી, બગોયા, ખોડીયાણા, આદસંગ, થોરડી, ઘાંડલા, વણોટ આ તમામ ગામોમાં લોકો, ભાજપા કાર્યકર્તાશ્રીઓ તેમજ મહીલાઓ દ્વારા મંદિરોમાં, શેરીઓમા સફાઇ અભિયાન શરૂ કરવામાં આવેલ છે
આ ઉપરાંત લીલીયા તાલુકામાં લીલીયામોટામાં ભીડભંજન મહાદેવ, પંચમુખી હનુમાન, ભેંસવડી, વાઘણીયા ગામોમાં સફાઇ અભિયાન હાથ ધરાઇ છે ત્યારે ધારાસભ્યએ સૌ રામભકતોને ખુબ ખુબજ અભિનંદન પાઠવેલ અને અને પોતાના ઘરો ઉપર, દુકાનો પર લાઇટીંગનો શણગાર કરવા તેમજ દિવાળીના સ્વરૂપમાં તા.૨૦,૨૧,૨૨ ના દિવસોને મનાવવા વિનંતી સહ સુચન કરયુ છે. આ સમગ્ર આયોજનમાં સાવરકુંડલા તાલુકા અઘ્યક્ષ જીવનલાલ વેકરીયા, મહામંત્રીશ્રીઓ નિતીનભાઇ નગદીયા, ચેતનભાઇ માલાણી, તેમજ શહેર ભાજપ અઘ્યક્ષ શ્રી પ્રવીણભાઇ સાવજ, મહામંત્રીશ્રીઓ વિજયસિંહ વાઘેલા, રાજેશભાઇ નાગ્રેચા તેમજ નગરપાલીકા પ્રમુખશ્રી મેહુલભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઇ નાકરાણી, ચેરમેનશ્રી અશોકભાઇ ચૌહાણ તેમજ તમામ ન.પા. સદસ્યશ્રીઓ તથા લીલીયા તાલુકા ભાજપ અઘ્યક્ષ શ્રી ભનુભાઇ ડાભી, મહામંત્રીશ્રીઓ જીગ્નેશભાઇ સાવજ, ગૌતમભાઇ વિંછીયા, જીલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો અને દેવદુર્લભ કાર્યકર્તાશ્રીઓને ભારે જહેમત ઉઠાવી હતી તેમ સત્વ ”અટલધારા” કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે.
Recent Comments