fbpx
અમરેલી

૯૮-રાજુલા – જાફરાબાદ વિધાનસભા મતવિભાગમાં ૧ PWD  (દિવ્યાંગ) મતદાન મથક કાર્યરત થશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ છે. ૯૮- રાજુલા – જાફરાબાદ વિધાનસભા મત વિભાગમાં એક એવું મતદાન મથક ઉભું કરવામાં આવશે જ્યાં ચૂંટણી ફરજ પર માત્ર PWD (Person with Disability – દિવ્યાંગ) અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. ૯૮-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતવિભાગમાં ૧૮૪-રાજુલા-૧૦  મતદાન મથક એ PWD  (દિવ્યાંગ) તરીકે ઓળખાશે. અહીં મતદાન મથક પર ચૂંટણી ફરજ પર PWDની નિમણુક કરવામાં આવી છે. જેમાં પ્રમુખ અધિકારી, પ્રથમ મતદાન અધિકારી, મતદાન અધિકારી, મહિલા મતદાન અધિકારી અને પટાવાળા એમ તમામ સ્ટાફ PWD  (દિવ્યાંગ) જ હશે ઉપરાંત આ મતદાન મથક પર પ્રથમ મતદાન અધિકારી અને મતદાન અધિકારી તરીકે કુલ-૨ વધારાના કર્મચારીઓને પણ નિમણુક આપવામાં આવી છે. ચૂંટણી પંચ “અવસર લોકશાહીનો” અભિયાન થકી નાગરિકો મતાધિકારને લઈ સશક્ત મતદાતા બને તેવા સશક્ત અને સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts