વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. આજ રોજ ૯૮-રાજુલા વિધાનસભા મત વિસ્તારના શિયાળબેટ મતદાન મથક ખાતે બોટ દ્વારા પોલિંગ સ્ટાફને પહોંચાડવામાં આવ્યો હતો. શિયાળબેટ સહિત જિલ્લાભરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
૯૮-રાજુલા વિધાનસભા મત વિસ્તારના શિયાળબેટ મતદાન મથક ખાતે બોટ દ્વારા પોલિંગ સ્ટાફને પહોંચાડવામાં આવ્યો

Recent Comments