ગુજરાત

૯ એપ્રિલે કેસરિયા ઝંડા સાથે ગાંધીનગરમાં કમલમનો ઘેરાવ કરાશે : રાજ શેખાવત

રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવવા હવે ક્ષત્રિયો માટે વટનો સવાલ બની ગયો છે. વિવાદમાં આગ હવે ગુજરાતના ગામેગામ પહોંચી છે. ત્યારે હવે આ આગ ભાજપ કાર્યાલય કમલમ સુધી પહોંચવાની છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કમલમના ઘેરાવની ચીમકી આપી છે. રાજ શેખાવતે ૯ એપ્રિલે ગાંધીનગરમાં કમલમને ઘેરવાની ચીમકી આપી છે. કરણી સેના ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે. જય માતાજી, સર ફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈં. સમય આવી ગયો છે સ્વાભિમાન માટે, માન સન્માન માટે ક્ષત્રિયોએ ઈતિહાસ રચ્યા છે.

લોકતંત્રમા રાજકીય વ્યક્તિ જાણી જાેઈને ટિપ્પણી આપણા સમાજ અને મહાપુરુષો અને માતૃશક્તિ માટે કહી રહ્યા છે. સતત વિરોધ પ્રદર્શન થતા પણ ભાજપ સમાજની માનને ન્યાય આપતી નથી. હવે આપણે સૌ સાથે મળી ગુજરાત પ્રદેશ, ભાજપ, કમલમ ખાતે ભેગા થઈશું. ૯ એપ્રિલના રોજ બપોરે ૨ વાગ્યે કમલમનો ઘેરાવો કરવામાં આવશે, જેમાં તેમણે ભાજપના કાર્યાલય પર કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે સમાજને આવવા કહ્યું છે. આ ઉપરાંત જેને જે ભાષામાં જવાબ જાેઈએ એ ભાષામાં જવાબ આપવામાં આવશે. જેને જે સમજવુ હોય તે સમજે.

ધરણા પ્રદર્શન, સંમેલન, આક્રોશ રજૂઆત, ૯ તારીખે ભેગા થઈશું. આ લડાઈ આપણા સૌની લડાઈ છે. આપણે સૌ સાથે મળીને લડતમાં ભાગીદાર થઈએ. ન્યાય મેળવીને આપણે સૌ, મસાજના માન સન્માન અને સ્વાભિમાન માટે લડીએ. પરસોત્તમ રૂપાલા સામેનો વિરોધ ખાળવા આજે ફરી ભાજપની બેઠક મળશે. ભાજપના ક્ષત્રિય આગેવાનોની આજે ફરી બેઠક મળશે. ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળશે. જેમાં ૯ જેટલા આગેવાનો હાજર રહેશે. તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.

Related Posts