ગુજરાત

સુરતમા ઈમ્પોર્ટેડ કોલસાના જથ્થા સાથે ૧.૩૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યા

પોલીસે સાત શખ્સોની ધરપકડ કરી ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી સુરતના કામરેજમાં નેશનલ હાઈવે ૮ ની બાજુમાં આવેલા ઉંભેરગામમાં રોયલ કેપ્સ ગોડાઉનમાં ઈમ્પોર્ટેડ કોલસાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને માહિતી મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.૬,૯૬,૦૬૧ ની કિંમતનો ઈમ્પોર્ટેડ કોલસો, રૂ.૧,૩૧,૪૫૦ ની કિંમતનો વેસ્ટ કોલ, સાત મોબાઈલ, ચાર ડમ્પર, લોડર મશીન તથા અન્ય એક વાહન મળીને કુલ રૂ. ૧,૩૧,૯૭,૯૪૧ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ઈમ્પોર્ટેડ કોલસો મિક્સ કરનારા હમીર ઉર્ફે બાબુ એન.બેલા, ટ્રક ડ્રાઈવરો અબ્દુલ હમીદ બશીપ શેખ, સુનિલકુમાર ડી. યાદવ અને મસ્તાન બી. કટાથની ધરપકડ કરી હતી. હમીર જામનગરનો રહેવાસી છે. જ્યારે અબ્દુલ સુરત અને મસ્તાન મુંબઈ નજીકના ભીવંડીનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે કોલસો વેચનાર, કોલસો વેચનાર અને ડમ્પર મોકલનારા ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.

Follow Me:

Related Posts