ભાવનગર

10 ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ ઉજવાશે વિશ્વ સિંહ દિવસ

ભાવનગર જિલ્લા સહિત જ્યાં સિહનો વસવાટ છે તેવી નવ જિલ્લાઓમાં કોરોના મહામારીના કારણે 10 મી ઓગસ્ટના રોજ વર્ચ્યુઅલ વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે.             

ભાવનગર જિલ્લા વિશ્વ સિંહ દિવસ ના જિલ્લા સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું છે કે ચાલુ વર્ષે પણ કોરોના મહામારીના કારણે ફિઝિકલી કોઈ કાર્યક્રમો યોજાઈ શકે તેમ નથી. તેથી ડિજિટલ રીતે વર્ચ્યુઅલ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. સાસણ વન વિભાગ દ્વારા આ અંગે બે કાર્યક્રમો સંપન્ન થયાં. જેમાં બધા માટે તસવીર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું. બીજું ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સિંહને કેન્દ્રસ્થ રાખીને ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ૧૦મી તારીખ પહેલા ત્રણ દિવસ સુધી ફોટો, વિડીયો વગેરે લોકો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરશે.તારીખ 8 થી 10 સુધીમાં સોશિયલ મીડિયાની જે પોસ્ટ ને વધુ પ્રમાણમાં લાઈક અને વ્યુ મળશે તેને વિવિધ પ્રકારના સર્ટિફિકેટથી નવાજવામાં આવશે. આ અંગેની વિગતો હવે પછી ટૂંક સમયમાં જાહેર થશે. આમથી ખાસ માણસ સુધી બધાં જ લોકો ગુજરાતના ગૌરવ એવા સિંહને બચાવવા અને સંરક્ષિત કરવા તે દિવસે પોત પોતાના નિવાસે સંકલ્પ કરશે. બધાં જ લોકો આ ઉજવણીમાં સાસણ વનવિભાગની સાથે જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts