ભાવનગર સ્પોર્ટ સંકુલ ખાતે આજે યોજાયેલ ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત – ભાવનગર જીલ્લા સ્પોટ્સ મીટ 2023માં ભાઈઓના વિભાગમાં 100 મીટર દોડમાં રતનપર પ્રા શાળા ના ખેલાડીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. પાલીતાણા તાલુકાની વાળુકડ કેન્દ્રવતી શાળાની રતનપર પ્રાથમિક શાળાનો ધોરણ સાતમાં અભ્યાસ કરતો નાયકા રાહુલ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી વિજેતા બનેલ છે. આ સિદ્ધિ બદલ રાહુલે શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે.
100 મીટર દોડમાં ભાવનગર જિલ્લા માં પ્રથમ રાહુલ નાયકા

Recent Comments