fbpx
રાષ્ટ્રીય

AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગંભીર આરોપો લગાવ્યા બાદ સીએમ પ્રમોદ સાવંતની પત્નીએ છછઁ સાંસદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓમાં ફરી વધારો થતો જાેવા મળી રહ્યો છે. ગોવામાં તેમની સામે ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગોવાના સીએમ પ્રમોદ સાવંતની પત્નીએ સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ચાલો જાણીએ ઝ્રસ્ની પત્નીએ આ કેસ કેમ દાખલ કર્યો? ગોવાના સીએમ પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંતે સંજય સિંહ વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. છછઁ સાંસદ સંજય સિંહે તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે નોકરી માટે રોકડ કૌભાંડમાં સુલક્ષણા સાવંત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કેસમાં ગોવાની એક કોર્ટે સંજય સિંહને નોટિસ પાઠવી હતી.

સંજય સિંહ પર નોકરી બદલ રોકડ કૌભાંડમાં મુખ્યમંત્રીની પત્નીનું નામ કથિત રીતે લેવાનો આરોપ છે. કોર્ટે છછઁ સાંસદ પાસેથી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં જવાબ માંગ્યો છે. ભાજપના પ્રવક્તા ગિરિરાજ પાઈ વર્નેકરે કહ્યું કે પ્રમોદ સાવંતની પત્ની સુલક્ષણા સાવંતે ઉત્તર ગોવાના બિચોલિમમાં સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સિવિલ જજે આ કેસની સુનાવણી કરી અને સંજય સિંહને નોટિસ ફટકારી. ફરિયાદમાં સુલક્ષણા સાવંતે તેના વકીલો દ્વારા કોર્ટને સંજય સિંહને માફી પત્ર પ્રકાશિત કરવા માટે નિર્દેશિત કરવા વિનંતી કરી હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ વીડિયો, લેખ અને ઇન્ટરવ્યુ ખોટા છે અને તથ્યો પર આધારિત નથી. તેઓએ બિનશરતી માફી માંગવી જાેઈએ. તેમણે કોર્ટને સંજય સિંહને સોશિયલ મીડિયા અથવા વોટ્‌સએપ, ફેસબુક, યુટ્યુબ અને ઠ જેવા અન્ય પ્લેટફોર્મ પર તેમની બદનક્ષી કરતા કોઈપણ જાહેર નિવેદનો કરવાથી રોકવાની પણ અપીલ કરી હતી.

Follow Me:

Related Posts