મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સતત પ્રગતિના ભાગ રૂપે, ગુજરાતના ભરૂચ નજીક ડ્ઢહ્લઝ્રઝ્ર ટ્રેક પર ૧૦૦ મીટર લાંબો સ્ટીલ બ્રિજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બાંધવામાં આવનાર આઠમો સ્ટીલ બ્રિજ છે અને સમગ્ર કોરિડોર માટે ૧૭ સ્ટીલ બ્રિજ અને ૨૮ સ્ટીલ બ્રિજ છે.
લગભગ ૧૪૦૦ મેટ્રિક ટન વજનવાળો આ પુલ ૧૪.૬ મીટર ઊંચો અને ૧૪.૩ મીટર પહોળો છે. તેને ટ્રિચી ખાતેના વર્કશોપમાં તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ ડિઝાઇન કરાયેલા ટ્રેલરો દ્વારા સાઇટ સુધી પહોંચાડવામાં આવ્યો છે. પુલને ૮૪ મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું વજન લગભગ ૬૦૦ મેટ્રિક ટન છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ડીએફસીસી ટ્રેક ઉપર ૧૦૦ મીટર લાંબો ‘મેક ઈન ઇન્ડિયા’ લોખંડનો પુલ લોન્ચ કરવામાં આવ્યો

Recent Comments