મોટેભાગે લોકો પોતાના સ્વજનોના મોક્ષાર્થે તેના મૃત્યુ બાદ અનેક દાનપુણ્ય સેવા કાર્ય થતાં હોય છે. જો કે આ સંદર્ભે મૃતાત્માને તો કોઈ જાણ થાય છે કે નહી એ રહસ્ય હજુ પણ અકબંધ છે. પરંતુ જીવતે જીવ જ પોતાના હાજરીમાં જ પોતાના મોક્ષાર્થે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે એવું ભાગ્યે જ બનતું હોય છે. સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામે લાખાણી પરિવાર દ્વારા ૧૦૧ વર્ષના દિવાળીબાનુ જીવતા જગતિયું કરવામાં આવ્યું.
આમ તો જીવતા જગતિયું એટલે વ્યક્તિની કોઈ પણ ઈચ્છાઓ અપૂર્ણ ન રહે એટલે કે મૃત્યુ સમયે કોઈ અફસોસ ન રહે. સંપૂર્ણ લીલીવાડી જેવો પરિવાર લાગે તેમ ગણી શકાય. આવું જ કંઇક રામગઢ ખાતે લાખાણી પરિવાર દ્વારા દિવાળીબાનું જીવતા જગતિયું કરવામાં આવતા સમગ્ર ગામમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
















Recent Comments