સંવેદન ગૃપ દ્વારા ૧૦૬મુ ચક્ષુદાન લેવામાં આવ્યુંમેહુલ વ્યાસ દ્વારા ૬૦૬ ચક્ષુદાન લેવાની સેવા

અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં વસતાં નિવૃત એસ.ટી. કર્મચારી જેન્તીભાઈ પરશોતમભાઈ ચુડાસમા (ઉં.વ.૮૪) નું તા.૧૯-૦૨-૨૦૨૫ બુધવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે અવસાન થતાં તેમના પૂત્રો જીતેન્દ્રભાઈ (બાબા સીટ કવર), હિતેષભાઈ તથા મનોજભાઈ ચુડાસમા (રાજકોટ) દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું. શાંતાબા મેડીકલ કોલેજમાં સ્ટાફ નર્સ પૌત્રી ઊર્મિ ચુડાસમાએ મેડિકલ ઓફિસર ડો. હરેશ યાદવ ના માધ્યમથી ચક્ષુદાન માટે અમરેલી વિસ્તારમાં સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. આ નેત્રદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપ નાં પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા સુરેશભાઈ ઠાકરે સેવા આપી હતી. ચુડાસમા પરિવાર ની સમયસરની જાગૃતિ બે અંધજનો ના જીવનમાં રોશની લાવશે. તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝા એ જણાવ્યું છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.
Recent Comments