અમરેલી

દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પ્રકૃતિ રક્ષક ગ્રીન આર્મી ટિમ પધારતા ૧૦૮ દીકરી ઓએ ભવ્ય સત્કાર કર્યો

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સરદાર પટેલ કન્યા છાત્રાલય ની મુલાકાતે પધારતા ગ્રીન આર્મી ના જવાનો વિના મૂલ્યે પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા પ્રારંભાયેલ વિદ્યાદાન અભિયાન હેઠળ સૌરાષ્ટ્ર ભર ના અનેક તાલુકા ઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી નિઃશુલ્ક રહેવા જમવા સાથે ઉચ્ચ અભ્યાસ મેળવતી ૧૦૮ દીકરી ઓ દ્વારા ગ્રીન આર્મી ટિમ નો સત્કાર પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઈ માગુકિયા સહિત ના સમગ્ર પરમાર્થ ટ્રસ્ટ સુરત ના તમામ ટ્રસ્ટી ઓ ઉદારદિલ દાતા ઓની દુરંદેશી ને વંદન કરતા સમગ્ર ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ જણાવ્યું હતું કે 

અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યા દાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે પરમાર્થ ટ્રસ્ટ ના દાતા ઓની ઉદારતા એ પ્રારંભાયેલ સરદાર પટેલ કન્યા છાત્રાલય માં આગામી દિવસો માં ૧૦૦૮ દીકરી ઓને વિના મૂલ્યે પ્રવેશ આપવાની ક્ષમતા સાથે દીકરી ઓને આત્મનિર્ભર બનાવવાના સેવાયજ્ઞ થી હજારો દીકરી ઓ આર્થિક અને સામાજિક ઉન્નત બનશે જે સમસ્ત નારી જગત માટે ગૌરવ રૂપ બનશે સરદાર કન્યા છાત્રાલય માં પધારેલ ગ્રીન આર્મી ટિમ નું પ્રકૃતિ રક્ષા ની હદયસ્પર્શી પ્રાર્થના થી સત્કાર કર્યો હતો ગ્રીન આર્મી ટીમે ૧૦૮ દીકરી ઓને પ્રકૃતિ ના જતન જાળવણી માટે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર એ મારી નેતિક ફરજ છે પ્રકૃતિ ની રક્ષા એ મારું પૃથ્વી ઉપર નું ભાડું છે  

Related Posts