રાષ્ટ્રીય

યુપીના ગોંડામાં વાહન નહેરમાં ખાબકતાં ૩ બાળકો સહિત ૧૧ લોકોના મોત

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક ફોર વ્હીલર વાહન કાબુ ગુમાવીને સરયુ નહેરમાં પડી જતાં ત્રણ બાળકો સહિત અગિયાર લોકોના મોત થયા છે અને ચાર અન્ય ઘાયલ થયા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને ?૫ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
ગોંડામાં સીહગાંવ-ખારાગુપુર રોડ પર મૂરગંજ પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો ત્યારે ૧૫ લોકો સાથે વાહન પીર્થવીનાથ મંદિર જઈ રહ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરી. નહેરમાંથી મૃતદેહો મળી આવ્યા છે અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી આદિત્યનાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં તબીબી સંભાળ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો.
પોલીસે અકસ્માતનું કારણ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.

Related Posts