અમેરિકાના ઓરેગોનમાં આવેલ સેલેમમાં યુનિયન ગોસ્પેલ મિશન મેન્સ શેલ્ટરમાં સામૂહિક છરાબાજીની ઘટનામાં ઓછામાં ઓછા ૧૧ લોકો ઘાયલ થયા હતા. આ શેલ્ટર કોમર્શિયલ સ્ટ્રીટ નોર્થઈસ્ટના ૭૦૦ બ્લોકમાં સ્થિત છે. શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં છે. હાલમાં તમામ પીડિતોની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.
“૧૧ ઘાયલોને તબીબી સારવાર માટે સેલમ હેલ્થ ખાતે લઈ જવામાં આવ્યા હતા, દરેકને અલગ અલગ પ્રકારની ઈજાઓ થઈ હતી. હાલમાં તેમની સ્થિતિ અજાણ છે,” સેલમ પોલીસ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું. “ઘટનામાં પુરુષ શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં છે, આ ઘટના મામલે વધુ કોઈ માહિતી ઉપલબ્ધ નથી કારણ કે તપાસકર્તાઓ હવે ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે,” વિભાગે જણાવ્યું હતું.
પોલીસની ગતિવિધિને કારણે દક્ષિણ તરફ જતો કોમર્શિયલ સ્ટ્રીટ નોર્થઈસ્ટ ડી સ્ટ્રીટના આંતરછેદ પર બંધ કરવામાં આવ્યો છે. ડી સ્ટ્રીટ પર ટ્રાફિક પશ્ચિમ તરફ નોર્થઈસ્ટ ફ્રન્ટ સ્ટ્રીટ તરફ વાળવામાં આવી રહ્યો છે.
ઠ (અગાઉનું ટ્વિટર) પર સેલેમ પોલીસ વિભાગ અનુસાર: “ઘણા પીડિતોને સંભાળ માટે મોકલવામાં આવી રહેલા છરાબાજીની ઘટનાની તપાસ માટે ઈંજટ્ઠઙ્મીર્દ્ર્બિીખ્તહ શહેરમાં પોલીસની ગતિવિધિ ચાલુ છે. શંકાસ્પદ વ્યક્તિ કસ્ટડીમાં છે. ડ્ઢ જી્ દ્ગઈ પર દક્ષિણ તરફ જતો કોમર્શિયલ જી્ બંધ છે, અને વાહનચાલકોને ડ્ઢ જી્ પર પશ્ચિમ તરફ ફ્રન્ટ જી્ દ્ગઈ તરફ વાળવામાં આવી રહ્યા છે. દ્ગહ્લૈં.”
આ ઘટનાસ્થળના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં એક વીડિયોમાં અધિકારીઓ શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેતા જાેવા મળે છે. હાલમાં, વધુ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ અને હેતુ હજુ સુધી અજાણ છે.
અમેરિકાના ઓરેગોનમાં યુનિયન ગોસ્પેલ મિશનના પુરુષોના આશ્રયસ્થાનમાં ૧૧ જેટલા લોકો પર છરાબાજી, શંકાસ્પદની ધરપકડ

Recent Comments