રાષ્ટ્રીય

રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં નહાવા પડેલા ૧૧ યુવકો ડૂબ્યાં, ૮ના મોત

રાજસ્થાનના ટોંક જિલ્લામાં પસાર થતી બનાસ નદીમાં નહાવા ગયેલા ૧૧ યુવાનો અચાનક જાેરદાર પ્રવાહમાં તણાયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ યુવાનોના મૃત્યું થયાના અહેવાલ છે. ઘટનાની જાણ થતા પોલીસ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ૧૧ યુવાનો નહાવા પડ્યા હતા, પરંતુ અચાનક નદીના જાેરદાર પ્રવાહને કારણે તણાયા હતા. આ ઘટના અંગેની જાણ ગ્રામજનોએ પોલીસને કરી હતી. માહિતી મળતાં જ ટોંક પોલીસ, વહીવટીતંત્ર અને જીડ્ઢઇહ્લ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં ૮ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જાે કે, હજુ ત્રણ યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુ:ખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ૧૧ યુવકો અહીં પિકનિક મનાવવા માટે આવ્યા હતા. જાેકે બાદમાં એક બાદ એક ડૂબવા લાગ્યા, પછી સ્થાનિકોએ પોલીસને જાણ કરી. સ્થાનિકોનું કહેવું છે કે નદીનો આ હિસ્સો ખૂબ જ ઊંડો છે, તેમ છતાં ચેતવણી માટે કોઈ બોર્ડ લગાવવામાં આવી નથી. જેના કારણે ઘણીવાર લોકો જાણકાર વિના નહાવા માટે કૂદી પડતાં હોય છે.
તમામ મૃતકો જયપુરના હોવાના પ્રાથમિક અહેવાલ છે. પરિજનોની રોકકળના કારણે હોસ્પિટલમાં ગમગીન માહોલ સર્જાયો હતો. જીઁ વિકાસ સાંગવાને લોકોને જાણકારી વિના પાણીમાં ન ઉતરવા અપીલ કરી છે.
આ ઘટના બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ‘ઠ‘ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ડૂબવાથી યુવાનોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને મૃતકોના પરિવારોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે.‘

Related Posts