ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭.૧૦.૨૦૨૫ના ૫ત્રથી તા.૦૧.૦૧.૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુઘારણા કાર્યકમ-૨૦૨૬ જાહેર કરવામાં આવેલ છે. જે તા.૨૮.૧૦.૨૦૨૫ થી શરૂ થઇ તા.૧૪.૦૨.૨૦૨૬ સુઘી જાહેર થયેલો છે.
આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૦૫ વિઘાનસભા મતદાર વિભાગ (૯૪-ઘારી, ૯૫-અમરેલી, ૯૬-લાઠી, ૯૭-સાવરકુંડલા તથા ૯૮-રાજુલા)ના કુલ ૧૨,૭૧,૩૭૫ મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવેલ છે જે પૈકી ૧૧,૩૨,૪૨૨ ફોર્મ ઓનલાઇન ડિઝીટાઇઝ કરવામાં આવેલ છે. જે પૈકી ૪,૭૮,૫૦૯ મતદારો સ્વયં તરીકે અને ૫,૭૦,૮૮૫ મતદારો વંશજ તરીકે ૨૦૦૨ની મતદારયાદી સાથે મે૫ થયા છે.
જિલ્લામાં કુલ ૮૨,૭૭૯ મતદારો હાલ મે૫ થયેલ નથી જેઓને સ્વયં અથવા વંશજ તરીકે મેપીંગની કામગીરી ચાલુમાં છે. અને મહત્તમ મતદારો વર્ષ ૨૦૦૨ની મતદારયાદી સાથે મે૫ થાય તે માટે સંબંઘિત મતદાર નોંઘણી અઘિકારીશ્રીઓ દ્વારા સઘન પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કુલ ૧,૩૮,૯૫૩ મતદારો A/S/D(ગેરહાજર/ સ્થળાંતર/મરણ) હોવાનું જાણવા મળ્યું છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા એન્યુમરેશનની કામગીરીની તારીખ તા.૧૪.૧૨.૨૦૨૫ સુઘી લંબાવવામાં આવેલ હોવાથી હજુ ૫ણ જે મતદારો પોતાના એન્યુમરેશન ફોર્મ જમા કરાવી શક્યા નથી તેવા મતદારો પોતાના બુથના બી.એલ.ઓ. અથવા સંબંઘિત તાલુકાની મામલતદાર કચેરી ખાતે જમા કરાવી શકે છે.
જે મતદારોના નામ A/S/D ગેરહાજર/ સ્થળાંતર/મરણ) યાદી સમાવિષ્ટ થયેલ છે તેવા મતદારોની યાદી અમરેલી જિલ્લાની વેબાસાઇટ https://amreli.nic.in/sir_data/ ૫ર જોઇ શકાય છે. આથી અમરેલી જિલ્લાના સામાન્ય રહીશ હોય તેવા તમામ મતદારોને પોતાનું ફોર્મ સત્વરે જમા કરાવી BLOશ્રીને સહકાર આ૫વા માટે જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી, અમરેલી દ્વારા અનુરોઘ કરવામાં આવે છે.


















Recent Comments