અમરેલી

ચિત્તલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત સ્વ કંચનબેન દેસાઈ ની સ્મૃતિ માં ૧૧૫ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

અમરેલી ચિતલ માં સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ૧૧૫ મો નેત્રનિદાન કેમ્પ સ્વ કંચનબેન ઝવેરભાઈ દેસાઈ ની સ્મૃતિમાં અને ઝવેરભાઈ દેસાઈ અને કાળુભાઈ દેસાઇ ના સહયોગ થી  એકતા મહિલા ક્રેડિટ ના પ્રમુખ રંજનબેન ડાભીના આપક્ષપદ યોજાયો જેનું  ઉદઘાટન ગાયત્રી પરિવાર ના પ્રમુખ રમાબેન ચાવડા કર્યુ હતુ આ તકે મુખ્ય મહેમાન પદે શ્રી નીલમબેન પરમાર નયનાબેન મહેતા ચંદ્રિકાબેન પાથર રસીલાબેન દેસાઈ 

સહિત ના બહેનો ની ઉપસ્થિતિ અને મુખ્ય મહેમાન પદે યોજાઈ ગયેલ આ પ્રસંગે ખોડલધામ સમાધાન પંચ અગ્રણી સમાજ ગામ પંચાયત ના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ ભરતભાઈ દેસાઈ વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા ખાસ ઉપસ્થિત રહેલ આ કેમ્પમાં ૧૦૬ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ૩૨ દર્દીઓને રાજકોટ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ 

આ કેમ્પમાં મહેમાનો તરીકે માતૃશક્તિ બહેનો ખાસ ઉપસ્થિત રહેલા તેને આ પ્રસંગે તુલસીબેન દામાણીએ મહિલા સશક્તિકરણ વિશે પોતાના વક્તવ્ય રજૂ કરેલા હતા કાર્યક્રમ  નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે કરેલ

આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા,બિપીનભાઈ દવે ઉકાભાઈ  દેસાઈ  સવજીભાઈ વાઘેલા રામજીભાઈ અસલાલીયા બકુલભાઈ ભીમાણી ખોડભાઈ ધંધુકિયા છગનભાઈ કાછડીયા જીતુભાઈ વાઘેલા વગેરે જહેમત ઉઠાવી હતી

Follow Me:

Related Posts