ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા ચિતલ માં ૧૧૯ મો નેત્ર નિદાન કેમ્પ યોજાય ગયો સંત શ્રી રણછોડ દાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પીટલ રાજકોટ ની તબીબી સેવા અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા તારીખ ૨૬/૦૭/૨૫ ના સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ના ખાતે મનુભાઈ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને ૧૧૯ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો તેમાં મહેશભાઈ ઉમિયાશંકરભાઈ જોશી સહયોગ થી માતૃશ્રી શોભાબેન માતૃશ્રી શોભનાબેન ના સ્મૃતિમાં અને પુત્ર ના જન્મદિવસ નિમિત્તે યોજાયો
જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય બજરંગ દળ અમરેલીના ના અધ્યક્ષ ડી ભાઈ બામટા ના વરદહસ્તે કરવા આવેલ
આ પ્રસંગે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદનાઉપ-પ્રમુખ વિજયભાઈ દેસાઇ જાણીતા ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ , ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા મહિલા અગ્રણી રંજનબેન બાબરીયા અશોકભાઈ મોદી મહેશભાઈ જોશી ઉમિયા શંકરભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહેલ આ કેમ્પ માં કુલ.૯૦ દર્દી ઓની તપાસ કરવામાં આવી તેમાંથી ૨૬ દર્દી નારાયણો ને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા એ કરેલ કેમ્પ ને સફળ બનાવવા સયોજક દિનેશભાઈ મેસિયા, બિપીનભાઈ દવે, બકુલભાઈ ભીમાણી ,ખોડા ભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા, હસુભાઈ ડોડીયા, સવજીભાઈ,ભાવેશભાઈ ધંધુકિયા ,રંજનબેન બાબરીયાં મહિલા મંડળ બહેનો વગેરે જહેમત ઉઠાવી હતી
Recent Comments