અમરેલી

12 સાયન્સમાં A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાસભા શાળાના વિદ્યાર્થી જાગાણી ધર્મેશને સ્કૂલફી પરતનો ચેક અર્પણ

ડો. જીવરાજ મહેતા સંસ્થાપિત શ્રી અમરેલી જીલ્લા વિધાનસભાસંચાલિત શ્રીમતી. શાંતાબેન હરીભાઈ ગજેરા ઉ.મા સાયન્સ સ્કૂલ અમરેલીના વિદ્યાર્થી જાગાણી ધર્મેશ 12 સાયન્સના પરિણામમાં A-1 ગ્રેડ મેળવતા તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમની આ અદ્વિતીય સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા તથા ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઈ પટેલએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા. શૈક્ષણીક ક્ષેત્રે ઉત્તરોત્તર સફળતાના સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ આપી.ઉપરાંત ચાલુ વર્ષે જે વિદ્યાર્થી A-1 ગ્રેડ મેળવશે તેમની સંપૂર્ણ સ્કૂલ ફી પરતની જાહેરાત સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જે મુજબ 12 સાયન્સ માંઅનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર જાગાણી ધર્મેશને પરિણામના બીજા જ દિવસે સ્કૂલ ફી પરત કરી પટેલ સર દ્વારાવિદ્યાર્થી તથા વાલીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related Posts