અમરેલી

ચિતલમાં 124 મો નેત્ર યજ્ઞ સાગર પરિવાર ના સહયોગ થી યોજાયો

ચિતલમાં 124 મો નેત્રયજ્ઞ સાગર પરિવાર ના સહયોગથી યોજાયો વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા સ્વ.રમેશભાઈ સાગર અને મગનભાઈ સાગર તેમજ છોટાભાઈ નાજાભાઇ  સ્વ.ની પુણ્યસ્મૃતિ માં 124 રાજેશભાઈ રમેશભાઈ સાગર  અધ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદ્ઘાટન શ્રી બટુક હનુમાનજી મંદિર ચિતલ ના અને જાણીતા લોક સાહિત્યકાર  કૌશિકભાઈ દવે વરદહસ્તે કરવામાં આવેલ.આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર,તાલુકા પંચાયત અમરેલી ના ચેરમેન જે.બી. દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન મનસુખભાઈ નાડોદા, વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહજી સરવૈયા લાભુભાઈ ચિત્રોડા, શાસ્ત્રીજી જીગ્નેશભાઈ ત્રિવેદી  વગેરે ઉપસ્થિત રહેલ આ  કેમ્પ મા 126 દર્દી નારાયણો ની તપાસ કરેલ તેમાં થી 

41મોતિયા ના દર્દી ઓને નેત્રમણી આરોપણ સાથે દવા ટીપા ચશ્મા રહેવા જમવા અલ્પહાર લાવવા લઈ જવા અને મોતિયા ના સંપૂર્ણ ફ્રી ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતા આ સેવાયજ્ઞ નું  સંચાલન સંસ્થાના પ્રમુખ ઈતેશભાઈ મહેતા કરેલ હતું કેમ્પ ને સફળ બનાવવા માટે દિનેશભાઈ મેશિયા,બીપીનભાઇ દવે,ખોડભાઈ ધંધુકિયા,બકુલભાઈ ભીમાણી, છગનભાઈ કાછડીયા,રાણાભાઇ, જીતુભાઈ વાઘેલા કેશુભાઈ દેસાઈ બધાભાઈ સોલંકી, રવજીભાઈ બાબરીયા,કનુભાઈ લીંબાસીયા કવિ કન્વર સવજીભાઈ વાઘેલા  વગેરે જહેમત ઉઠાવી હતી

Related Posts