fbpx
ગુજરાત

ટાસ્ક પુરા કરવાથી કમિશન મળશે એવી લાલચ આપીને ૧૩.૪૯ લાખની છેતરપિંડી આચરી

અમદાવાદના રહેવાસીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી ટાસ્ક પુરા કરવાથી કમિશન મળશે એવી લાલચ આપીને અમદાવાદના એક રહેવાસી સાથે રૂ.૧૩.૪૯.૩૦૪ ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ નરોડામાં રહેતા શુભમ લલીતકુમાર ગોહેલ (૨૮)ને કોઈ અજાણ્યા મોબાઈલ ધારકે ફોન કરીને પોતાનું નામ પ્રિયા કુલકર્ણી હોવાનું જણાવીને વાત કરી હતી. પ્રિયાએ ટાસ્ક પુરાકરવાથી કમિશન મળશે એવી લાલચ શુભમ ગોહેલને આપી હતી. તે સિવાય ઘેર બેઠા પાર્ટ ટાઈમ નોકરી આપવાનું કહીને શુભમ ગોહેલને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં પ્રિયા કુલકર્ણીએ ટેલિગ્રામ ચેનલ એડમિનની લિંક મોકલીને ટાસ્ક મોકલ્યા હતા. જે શુભમે પુરા કર્યા હતા. જેના બદલામાં શુભમને કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ટાસ્ક પેટે કુલ રૂ. ૧૩,૪૯,૩૦૪ તેઓના ખાતામાં ભરાવડાવ્યા હતા. પરંતુ પુરા કરેલા ટાસ્કના કમિશનના પૈસા પરત આપ્યા ન હતા. જેને પગલે શુભમ ગોહેલે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts