ગુજરાત

પાલનપુરમાં ગેસ ગીઝરથી ગૂંગળામણમાં ૧૩ વર્ષીય કિશોરીનું મોત, પરિવારમાં માતમ

અકાળ મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. બનાસકાંઠાના પાલનપુરમાં ગેસ ગીઝર વાપરતા લોકો માટે ચેતવણીભર્યો કિસ્સો સામે આવ્યો છે. આબુ હાઈવે પર આવેલ તિરૂપતિ રાજનગર સોસાયટીમાં ૧૩ વર્ષની બાળકી નહાવા ગઈ હતી ત્યારે ગીઝર લીક થતાં બેભાન થઈ ગઈ હતી. મોડે સુધી કિશોરી બહાર ન નીકળતા માતાએ દરવાજાે તોડ્યો તો બેભાન અવસ્થામાં મળી હતી. તુરંત હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કરી છે.

અકાળ મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરમાં ગેસ ગૂંગળામણથી કિશોરીનું મોત થતાં માતાપિતા પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. આબુ હાઇવે પર આવેલ તિરૂપતિ રાજનગર સોસાયટીમાં દુર્ઘટના બની છે. તિરૂપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસાના દુષ્યંતભાઇ વ્યાસ બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. તેમની ૧૩ વર્ષીય દીકરી દુર્વા તેમના મકાનના બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી. જાેકે, ૧૫ મિનિટ સુધી બહાન ન નીકળતાં બાથરૂમનો દરવાજાે તોડ્યો હતો. ૧૩ વર્ષીય કિશોરી બાથરૂમમાં નહાવા જતા સમયે ગીઝર લીક થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. કિશોરીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કરી છે. ૧૩ વર્ષની દુર્વા વ્યાસના અકાળે મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે.

Related Posts