ડૉ. આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતીની ઉજવણી ૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પ્રેરણા સ્થળ, સંસદ ભવનના લૉન, નવી દિલ્હી ખાતે યોજાશે. ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતીની ઉજવણીના આ કાર્યક્રમનું આયોજન ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ) દ્વારા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વતી કરવામાં આવશે.
સવારે ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભાના અધ્યક્ષ, અન્ય મંત્રીઓ, સાંસદો અને વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો સહિત અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને ઉજવણીની શરૂઆત થશે.
ત્યારબાદ, આ કાર્યક્રમ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ખુલ્લા કાર્યક્રમ માટે, ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ) બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપનારાઓને સુવિધા આપશે. મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે જનતા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક (ડ્ઢછદ્ગસ્) સુધી પહોંચી શકે તે માટે ડ્ઢછહ્લ દ્વારા ખાસ બસ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાપરિનિર્વાણ ભૂમિ ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક (ડ્ઢછદ્ગસ્), ૨૬, અલીપુર રોડ, નવી દિલ્હી ખાતે સ્થિત છે.
ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ)
ડો.આંબેડકર ફાઉન્ડેશનની રચના બાબાસાહેબ ડો.બી.આર. આંબેડકરના સંદેશ અને વિચારધારાઓ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું. ૧૯૯૧માં, બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર શતાબ્દી ઉજવણી સમિતિની રચના અને નેતૃત્વ ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમિતિએ ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ)ની સ્થાપના કરવાનો ર્નિણય લીધો. ૨૪ માર્ચ, ૧૯૯૨ના રોજ, કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના નેજા હેઠળ ડૉ. આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ)ની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય અખિલ ભારતીય સ્તરે બાબાસાહેબ ડૉ. આંબેડકરના વિચારો અને દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો ફેલાવો કરવાનો હતો.
ડૉ. આંબેડકર રાષ્ટ્રીય સ્મારક (ડ્ઢછદ્ગસ્)
ડો. આંબેડકર નેશનલ મેમોરિયલ (ડ્ઢછદ્ગસ્) બાબાસાહેબ ડો. બી.આર. આંબેડકરના જીવન, કાર્ય અને યોગદાનને સાચવવા અને પ્રદર્શિત કરવા માટે સમર્પિત છે. ડૉ. આંબેડકર એક પ્રખ્યાત સમાજ સુધારક, વક્તા, પ્રખર લેખક, ઇતિહાસકાર, ન્યાયશાસ્ત્રી, માનવશાસ્ત્રી અને રાજકારણી હતા. ડ્ઢછદ્ગસ્ મ્યુઝિયમમાં ડૉ. આંબેડકરના જીવનને લગતી અંગત વસ્તુઓ, ફોટોગ્રાફ્સ, પત્રો અને દસ્તાવેજાેનો સંગ્રહ છે, જેમાં તેમનું શિક્ષણ, સામાજિક સુધારણા ચળવળ અને રાજકીય કારકિર્દીનો સમાવેશ થાય છે. તેમના ભાષણો અને ઇન્ટરવ્યુ દર્શાવતા ઑડિઓ-વિઝ્યુઅલ પ્રદર્શનો પણ છે.
૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સંસદ ભવન લૉનમાં ૧૩૫મી ડૉ. આંબેડકર જયંતીની ઉજવણી

Recent Comments