fbpx
રાષ્ટ્રીય

દેશભરમાં વધુને વધુ વિદ્યાર્થીઓને દ્ગઝ્રઇ્‌ પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે ૧૫ કરોડ નવા પુસ્તકો છાપવામાં આવશે : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હીમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દેશની કેન્દ્રીય શાળાઓમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં શાળાઓની સંખ્યા ૨૦૧૩-૧૪ના શૈક્ષણિક વર્ષની સરખામણીએ ૨૦૨૩-૨૪માં વધી છે. અગાઉ ૫૨ ટકા શાળાઓમાં વીજળી હતી, જ્યારે હવે વીજળી ધરાવતી શાળાઓ વધીને લગભગ ૯૨ ટકા થઈ ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તે સમયે, ૪૧.૨ ટકા શાળાઓમાં કોમ્પ્યુટરની સુવિધા હતી, જે આજે હવે વધીને ૫૨.૧ ટકા થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ઇન્ટરનેટની દુનિયામાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. ડિજિટલ વિશ્વમાં તેની સૌથી વધુ જરૂર છે, તેથી ૨૦૧૩ માં ૭.૪ ટકા ઇન્ટરનેટ સુવિધા શાળાઓમાં હતી, જે હવે ૫૪ ટકા પર પહોંચી ગઈ છે. અમે દેશની તમામ શાળાઓમાં કેબલ કનેક્શન આપવાનો પણ પ્રયાસ કરીશું.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે કૌશલ્ય વર્ધક શિક્ષણ અગાઉ, વ્યાવસાયિક શિક્ષણના નામે આપવામાં આવતુ હતું. અમે તેને નવું ફોર્મેટ આપ્યું છે અને તેને કૌશલ્ય શિક્ષણ નામ આપ્યું છે. આ સત્રથી ધોરણ ૬ માં એક વિષય તરીકે કૌશલ્યનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઝ્રમ્જીઈમાં દ્ગઝ્રઈઇ્‌ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં તેમના સંબંધિત સંદર્ભમાં પણ કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષમાં ૧૫ કરોડ પુસ્તકો છાપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક વર્ષમાં સસ્તા પુસ્તકો પ્રકાશિત કરવાથી વિદ્યાર્થીઓ પર કોઈ નાણાકીય બોજ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે, દ્ગઝ્રઈઇ્‌ એ એમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે આ પ્લેટફોર્મ્સ પર સ્ઇઁ પર પુસ્તકો વેચવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે કોચિંગ સેન્ટર તો ઠીક છે પરંતુ અમારો પ્રયાસ રહેશે કે બાળકોને શાળામાં જ સારું શિક્ષણ મળે. તેમણે કહ્યું કે અમારી કેન્દ્રીય વિદ્યાલયો પણ આ સુધી પહોંચી છે. ૪ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી દ્ગછજી હેઠળ ૨૩ લાખ, ૮૭ હજારથી વધુ શાળાઓનો વિશાળ સેમ્પલ સાઇઝ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દ્ગછજી હેઠળ જિલ્લા સ્તરે અન્ય સર્વે હાથ ધરવામાં આવશે જે અમને તેમના વિશે સમજવામાં મદદ કરશે.

Follow Me:

Related Posts