અમરેલી

સાવરકુંડલાના શેલણા  ગામે પીર સૈયદ મુનિરબાપુના હાથે 15 યુવાનો વ્યસન મુક્ત  બન્યા 

સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે પીર સૈયદ મુનિરબાપુ કાદરીના હાથે પંદર થી વિશ યુવાનો વ્યસન મુક્ત બન્યા એ પણ સાવ નાની ઉંમરના 

સાવરકુંડલા તાલુકા શેલણા ગામે પીર સૈયદ મુનિરબાપુના હસ્તે ઉ. વ.10 થી 19 વર્ષ સુધીના યુવાનો તમાકુ બીડી માવા વિગેરે પ્રકારના વ્યસની હતા ત્યારે મુનિરબાપુ શેલણા ગામે એક કાર્યકર્મ ગયેલ ત્યારે આ યુવાનોએ  મુનિરબાપુના હસ્તે વ્યસન મુક્ત બન્યા છે ત્યારે મુનિરબાપુ એ વ્યસન મુક્તિ અભિયાન દિન પ્રતિદિન વેગવંતુ બનાવી રહ્યા છે

આજનો યુવા ધન વ્યસનના રવાડીએ ચડી ગયા છે તે વ્યસનનું બંધાણ કરી યુવાન પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે તેવા યુવાનો વ્યસનમાં એટલી હદે વ્યસની બની ગયા હોય છે કે તેમના વાલીનું પણ માનતા નો હોય તેવી સ્થિતિમાં તેવા વ્યસની યુવાનોના માતા પિતા અને તેમના પરિવારજનોની શું સ્થિતિ હશે તે કલ્પના કરવી કલ્પના બહારની વાત હોય છે આવા.વ્યસનના કારણે ધણા વ્યક્તિ અને વ્યક્તિના પરિવારજનો બરબાદ અને પાયમાલ થઈ જતા હોય છે અને કેટલાક યુવાનો મોતને ભેટ્યા છે ત્યારે તે વ્યસનીને તો સંત અને રાહબરો જ સુધારી શકે કારણ કે તેમનું કામ સમાજ અને સમાજની વ્યક્તિને સુધારી સાચી રાહ બતાવવાનું કામ કરવાનું હોય છે તે પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગર તેને અલ્લાહ મદદ કરે છે તેવી વાતનો એક દાખલો આપવી એ તો કે સાવરકુંડલા ના પીર સૈયદ દાદાબાપુ કાદરી રહેમત તુલ્લા અલયહી કોઈ પણ પ્રકાર ની સ્વાર્થ નહીં કોલ પણ પ્રકાર ની લોભ લાલચ વિના માત્ર ને માત્ર વ્યક્તિને સુધારવા ખાતર અને તેમના કુટુંબ પરિવાર સુખ શાંતિ રહે તેવા શુભ આશય માટે દાદાબાપુ કાદરી રહેમતુલ્લા અલયહી વ્યસન મુક્ત અભિયાન શરૂ કર્યું તેમાં દાદાબાપુએ એક લાખથી વધુ વ્યક્તિને દારૂ જુગાર ચરસ ડ્રગ્સ ગાજો અફીણ હિરોઈન પાન માવા બીડી વિગેરે ભયંકર ચીજ વસ્તુના વ્યસનથી મુક્તિ અપાવવા આવેલ છે  આ વ્યસન મુક્ત માત્ર સાવરકુંડલામાં જ અપાવવા જ આવતું તેવું નથી પરતુ દાદાબાપુ વ્યસન મુક્તિની મહા ઝૂંબેશ ચલાવવામાં અમરેલી ભાવનગર રાજકોટ જામનગર જૂનાગઢ મોરબી વાંકાનેર સુરેન્દ્રનગર અમદાવાદ સુરત વાપી મુંબઈ અજમેર મક્કા મદીના વિગેરે શહેરોમાં પ્રોગ્રામ કર્યા હતા આ વ્યસન મુક્તિ અભિયાનમાં હિન્દુ ભાઈ વ્યસન મુક્ત બને તો એક વ્યસન મુક્ત વ્યક્તિ પાછળ 150 નો ખર્ચ થઈ અને મુસ્લિમ વ્યસન મુક્ત બને તો 40 ખર્ચ થઈ તે.બધો ખર્ચ પીર સૈયદ દાદાબાપુ કાદરી રહેમતુલ્લા અલયહી એ પોતાના ખર્ચે એટલે પોતાના ખચે એક લાખ થી વધુ લોકોને વ્યસન મુક્ત બનાવવા એ પણ કોઈ પણ જાતના સ્વાર્થ વિના એ તો સમાજ સુધારક સબરવાળા  વ્યક્તિઓથી આવું મહા ભગીરથ કામો થાય અને કોઈ પણ જાતના સ્વાર્થ વિના કર્યો કરે ને તેને લોકો સાથ તો મળે પરંતુ કુદરત તરફથી ગેબી તાકાત મળતી હોય તેવા અલ્લાહ ના વલી દાદાબાપુ આ દુનિયાથી પડદા નશીન થયા પછી પીર સૈયદ મુનીર બાપુએ એ વ્યસન મુક્તિ અભિયાનને વેગ આપવા અને દાદાબાપુના નેક વિચારોને સાર્થક અને તેમના અધુરા કાર્યોને પૂર્ણ કરવાનું નાની ઉંમરમાં મુનિરબાપુએ કોઈ પણ ધર્મો કે જ્ઞાતિ ભાઈ બહેનને વ્યસનના રવાડે ના ચડે તેવા આશયથી પીર સૈયદ દાદાબાપુના વ્યસન મુક્ત અભિયાન શરૂ રાખ્યું છે અને વ્યસની વ્યક્તિ  જે કોઈ વ્યસની માણસ બાગે રહેમતમાં રોતો રોતો આવે અને દાંત કાઢીને જાય તેવી સૂફી સંત દાદાબાપુ કાદરી લોકોની નિઃસ્વાર્થ પણે સેવા કરતા હતા તે પ્રેરણા આજ મુનિરબાપુએ જાળવી રાખી.છે નાની ઉંમરમાં મોટું નામ અને મોટું કામ એટલે બાગે રહેમતના ગાદી નશીન મુનિરબાપુએ શિક્ષણ હોય વ્યસન મુક્તિ સમાધાન હોય વિગેરે પ્રકારની સેવા યજ્ઞ ચાલુ રાખી છે દારૂ ડ્રગ્સ અફીણ ગાજો  ચરસ જુગાર જેવા ભયંકર અને ઝેર જેવી વસ્તુઓના વ્યસની લોકો બની જાય ત્યારે તે વ્યસની બીમાર પડે અને લાખો રૂપિયાની દવા કરવામાં ખરપાઇ જાય તેમાંય તેમના પરિવાર પાસે દવા કરવા માટે પૈસાનો હોય તો પોતાની ચીજ વસ્તુઓ વેચીને દવા કરાવરાવે  દવા કરી કરી ને થાકી જાય છતાં પણ તેમનું પરિણામ ન મળે અને તે મૃત્યુ પામે ત્યારે તેમના પરિવારજનોની પરિસ્થિતિ શું થતી હોય તે પરિવાર ઉપર જાણે આભ ફાટયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવો એહસાસ અનુભવતા હોય છે ત્યારે તેવી કપરી સ્થિતિ કોઈ વ્યસનની નિર્માણ ન થાય એટલા માટે અને વ્યસન મુક્ત બની નીરોગી જિંદગી અને તેમના પરિવાર સાથે જીવી શકે તેવા શુભ આશયથી પીર દાદાબાપુએ લોકોની સેવા કરી છે તે સેવા આજે પણ દાદાબાપુના અધૂરા કાર્યને પરિપૂર્ણ કરવા અને દાદાબાપુ પરદા નશીન થઈ ગયા પછી બંધ થઈ ગયું તેવો કોઈને એહસાસ ન થઈ તે માટે આજે પણ લોકો ઉપયોગી સેવા ઓ ચાલુ જ છે આવો બાગે રહેમતમાં વ્યસન મુક્ત બનવા આંતરિક વિવાદને મિટાવવા  અને દિની અને દુન્યવી શિક્ષણ મેળવા માટે આવો બાગે રહેમતમાં એમ  ઇકબાલ ગોરીએ જણાવ્યું હતું. 

Related Posts