સાવરકુંડલાના વિકાસ તણી
આ કેવી અનોખી વાત છે,
બાળાઓના ચહેરા પર આજે હરખની જાણે જમાત છે.
ટીમ મેહુલભાઈએ સજાવ્યો સ્મિતનો આ અવસર,
અટલ અમૃત સરોવરે જાણે ફૂટી નવલી પ્રભાત છે.
–“પાંધી સર”
સાવરકુંડલા નગરના વિકાસની ઝલક નવી પેઢી સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે આજ રોજ તારીખ ૧૪ માર્ચ, ૨૦૨૬ ને શનિવારના દિવસે સાવરકુંડલાની શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨ (કન્યાશાળા) ની બાળાઓ માટે એક વિશેષ એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ પ્રેરણાદાયી પ્રવાસનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ધોરણ ૫ થી ૮ ની અંદાજે ૧૭૦ જેટલી હાજર બાળાઓને સાવરકુંડલાના ગૌરવ સમાન ‘અટલ અમૃત સરોવર’ અને અત્યાધુનિક ‘સ્પોર્ટ્સ સંકુલ’ની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન બાળાઓએ શહેરમાં થઈ રહેલા નવતર નિર્માણને નિહાળ્યું હતું. નગરપાલિકા દ્વારા આ તમામ બાળાઓ માટે વાહન વ્યવસ્થા તેમજ સંકુલ ખાતે પૌષ્ટિક નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન શાળાના આચાર્યાશ્રી તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. સાવરકુંડલાના આંગણે તૈયાર થઈ રહેલા આ સુંદર પ્રકલ્પો જોઈને બાળકો અને શિક્ષકો પ્રભાવિત થયા હતા. આ તકે શાળાના આચાર્યાશ્રી ભારતીબેન રાઠોડે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે, બાળકોને આ મુલાકાત દ્વારા રમતગમત અને શહેરના વિકાસ વિશે ઘણું જાણવા મળ્યું છે અને બાળકોએ તેનો ભરપૂર આનંદ માણ્યો હતો.
















Recent Comments