ચાવંડ-ઢસા રોડ ઉપર આવેલ હિરાણા ગામના પાટીયા પાસે ફોરવ્હીલ કારમાથી વિદેશી દારૂ ઝડપાયો
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબનાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર-ફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી ની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી ટીમે ગઇકાલ તા.૨૯/૦૩/૨૦૨૨ ના રાત્રિના ચાવંડ-ઢસા રોડ ઉપર આવેલ હિરાણા ગામના પાટીયા પાસેથી ફોરવ્હીલ કારમાં થતી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડેલ છે.
એલ.સી.બી. ટીમને પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, ચાવંડ-ઢસા રોડ ઉપર આવેલ હિરાણા ગામના પાટીયા પાસે રોડ ઉપર એક સફેદ કલરની ફોરવ્હીલ કાર ઉભેલ છે, જેના રજી. નંબર MH-01-R-0587 છે, જે ફોરવ્હીલ કારમાં ગે.કા.ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોક્કસ બાતમી મળતાં, બાતમી વાળી જગ્યાએ તપાસ કરતાં, બાતમીમાં જણાવેલ વર્ણન વાળી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો દારૂના જથ્થાની હેરાફેરી કરતો એક ઇસમ પકડાઇ ગયેલ હતો
પકડાયેલ આરોપીઃ-
મનસુખભાઇ છગનભાઇ ભટ્ટ, ઉ.વ.૮૨, ધંધો-નિવૃત, રહે. બોરીવલી વેસ્ટ, જયરાજનગર, એમ.એ.જોન ફલેટ નં-સી/૬૦૧, મુંબઇ.
પકડવાનો બાકી આરોપીઃ-
વિરાજ ઉર્ફે માધો પ્રવિણભાઇ રાણા, રહે.ઢસા, તા.ગઢડા, જિ.બોટાદ.
પકડાયેલ મુદામાલ-
ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૧૩૭, કિ.રૂા.૩૯,૫૬૫/- તથા ટોયોટા કંપનીની ક્રેસીડા ફોરવ્હીલ કાર, રજી.નં MH-01-R-0587, કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૪,૫૬૫/- નો મુદ્દામાલ
પકડાયેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા હેઠળ ધોરણસર કાર્યવાહી કરી, આરોપી તથા મુદામાલ લાઠી પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામા આવેલ છે.
Recent Comments