1962 એનિમલ હેલ્પલાઇન ના દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા ગાય ના શીંગડા નુ નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું
ગૂજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતુ અને GVK EMRI દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકા ના ઇંગોરાળા લોકેશન ને એક ગામ નાનુડી ગામ નો કેસ મળતા પશુ ચિકિત્સક ડો. મહેશ કુમાર અને પટલોટ કમ ડ્રેસર પ્રશાંત ચુડાસમા કેસ મા જવા નીકળી ગયા નાનુડી ગામ ના રહેવાસી હમીરભાઇ આહિર દ્વારા કેશ નોંધવામાં આવ્યું હતો સ્થળ પર પોહોચી તપાસ કરતા જાણવા મળ્યું કે એક ગાય ને સિંગડા મા સડો છે અને તે પીડાય રહ્યુ છે વધુ તપાસ કરતા ગાય ને સિંગડાનુ ઓપરેશન કરવાની જરૂર પડે તેમ હતી જે થી પશુ ચકિત્સક ડો મહેશ કુમાર અને પાઇલોટ કમ ડ્રેસર પ્રશાંત ચુડાસમા તેમજ હમીરભાઈ સાથે રહીને ગાય ના સિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમજ સરકાર દ્વારા ચાલતી મફત સર્વીસ હોય આ ઓપરેશન નો તેમજ દવાઓ પણ મફત મા આપવામા આવી હતી તે થી ગાય ના માલિક હમીરભાઈ આહીર ની ગાય નો જીવ બચાવવા બદલ પશુ ચિકત્સક નો આભાર માનવામા આવ્યો હતો.આમ 10 ગામ દિઠ ફરતા પશુ દવાખાના દ્વારા સફળ ઓપરશન કરી ગાય નો જીવ બચાવવામાં આવ્યો હતો અને પશુ ચિકિસ્તક શ્રી ડો.મહેશ કુમાર પટેલઅને પાયલોટ કમ ડ્રેસર શ્રી પ્રશાંત ચુડાસમા ની સારી કામગીરી બદલ જીલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી અમાનતઅલી નકવી અને પ્રોગ્રામ મેનેજર શ્રી જતીન સંચાણીયા દ્વારા સારી કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.
Recent Comments