રાષ્ટ્રીય

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણ કેસઃ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણો ના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેટેગરીના માનીતાં સજ્જન કુમાર સામે ફાંસીની સજાની માંગ કરી હતી. આ ઘટના સંબંધિત એફઆઈઆર ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ આપેલા સોગંદનામાના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સજ્જન કુમારને ૧૨ ફેબ્રુઆરીએ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસ રમખાણો દરમિયાન સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યા સાથે સંબંધિત છે.આ કેસમાં પોલીસે કોર્ટમાં દાખલ કરેલી લેખિત દલીલોમાં કહ્યું હતું કે, આ કેસ ર્નિભયા કેસ કરતાં પણ વધુ ગંભીર છે. ર્નિભયા કેસમાં એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ અહીં એક ખાસ સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

જાે કે, દિલ્હી પોલીસ વતી દલીલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ૧૯૮૪માં શીખોનો નરસંહાર માનવતા વિરુદ્ધ ગુનો છે. આ હિંસા દરમિયાન એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ રમખાણોએ સમાજની ચેતનાને હચમચાવી દીધી હતી.આ સમયગાળા દરમિયાન સજ્જન આઉટર દિલ્હી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ હતા. તે હાલમાં રમખાણો સંબંધિત બીજા કેસમાં તિહાર જેલમાં બંધ છે અને આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

Follow Me:

Related Posts