fbpx
ગુજરાત

1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચાર લોકોની ધરપકડ, ગુજરાત એટીએસને મળી સફળતા

મુંબઇમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત એટીએસે ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસે ચારેય આરોપીઓની તસવીર જાહેર કરી છે.

ગુજરાત એટીએસે જણાવ્યુ કે તેને 1993ના મુંબઇ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે, તેમની ઓળખ અબૂ બકર, યૂસુફ ભગત, શોએભ બાવા અને સૈયદ કુરેશીના રૂપમાં થઇ છે.

રાજસ્થાનમાં આતંકી મોડ્યૂલનો પર્દાફાશ

ગુજરાત પોલીસે તાજેતરમાં રાજસ્થાનમાં એક આતંકી મોડ્યૂલનો પર્દાફાસ કરવાના સિલસિલામાં આકિફ નાચનની ધરપકડ કરી છે. મોડ્યૂલના સિલસિલામાં પહેલા સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ આ કેસને રાજસ્થાન પોલીસ પાસેથી પોતાના હાથમાં લઇ લીધો છે. આતંકી મોડ્યૂલના આરોપીઓ પર ગેરકાનૂની ગતિવિધિ રોકથામ અધિનિયમ યૂએપીએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દાઉદના સાગરિત ચારેય આતંકવાદી બોગસ પાર્સપોર્ટ બનાવીને એક દેશમાંથી બીજા દેશમાં ફરતા હતા. બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા આ ચારેય આરોપીઓને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા હતા. ગુજરાત એટીએસે ઝડપેલા ચારેય આરોપી તમિલનાડુ, બેંગલુરૂ અને મુંબઇના રહેવાસી છે. પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની તેમને ટ્રેનિંગ લીધી હતી. 8 દિવસના રિમાન્ડ પછી આ આરોપીઓને સીબીઆઇની ટીમને સોપવામાં આવશે.

Follow Me:

Related Posts