અમરેલી

અમરેલી જિલ્લાના ૨.૧૭ લાખ ભાઈઓ- બહેનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા પોસ્ટકાર્ડ લખ્યાં

 અમરેલી જિલ્લાના ૦૨.૧૭ લાખ ભાઈઓ બહેનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કરતા પોસ્ટકાર્ડ લખ્યા છે.

અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ – અમર ડેરી સાથે સંકળાયેલા જિલ્લાભરના દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજે ૩૭,૦૦૦ જેટલા મહિલા સભાસદોએ ખાસ ખેડૂતો અને પશુપાલકોના હિતનું રક્ષણ કરીને મજબૂત નિર્ણયો લેવા ઉપરાંત સહકારી માળખાને વધુ મજબૂત બનાવવા અને વિસ્તૃતિકરણ માટે આભાર વ્યક્ત કર્યો છે, આ સાથે સહકારી મંડળીઓના ડિજિટલીકરણ માટે આભાર વ્યક્ત કર્યો છે.

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સાથે જિલ્લાભરની વિવિધ સેવા સહકારી મંડળીના સભાસદોએ GST સુધારા, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અભિયાન વગેરે પહેલો તેમજ GSTમાં ઘટાડાથી જુદી જુદીઓ વસ્તુઓ સસ્તી થવાથી તેના લીધે બચત પણ થઈ રહી છે. આમ, જિલ્લાભરની વિવિધ સેવા સહકારી મંડળીના ૧.૮૦ લાખ સભાસદોએ વડાપ્રધાનશ્રીનો પ્રજાલક્ષી કાર્યો માટે આભાર વ્યક્ત કર્યો છે.

આ પોસ્ટકાર્ડ અભિયાનનું સમાપન ગજેરાપરા સેવા સહકારી મંડળી ખાતે થયું હતું. આ પ્રસંગે સંયુક્ત રજિસ્ટ્રાર શ્રી જે. આર. ચારેલ, સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર શ્રી એસ. આર. અણિયાળીયા, અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના CEO શ્રી બી. એસ. કોઠીયા ઉપરાંત ગજેરાપરા સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટી સભ્યો તથા સભાસદો હાજર હતા.

Related Posts