fbpx
ગુજરાત

અમદાવાદમાં બેન્ક સાથે ૨.૫૦ કરોડની છેતરપિંડી : બેન્કના અધિકારી સામે ગુનો દાખલ

ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદમાં અમરનાથ કોઓપરેટિવ બેન્ક લિમીટેડ સ્ટેડિયમ રોડ બ્રાન્ચ સાથે રૂ.૨.૫૦,૫૭,૦૦૦ ની છેતરપિંડીનો ગુનો ક્રાઈમ બ્રાંચમાં નોંધાયો છે. આ અંગે ચૈતન્યજી.થુલાએ બેન્કના સીનીયર એક્ઝીક્યુટીવ મેનેજર તરીકે કામ કરતા વિપુલકુમાર એસ.પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી વિપુલ પટેલે બેન્કમાં ઇ્‌ય્જી વખતે કરવામાં આવતી કામગારી કરી ન હતી. તેમણે આ રકમ પોતાના પર્સનલ તથા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવા માટે બેન્કના ધ્યાનમાં ન આવે તે રીતે તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે એન્ટ્રી કરાવી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ટ્રાન્ઝેક્શન વખતે એક્સીસ બેન્કના પોર્ટલ પરથી આવતો ર્ં્‌ઁ મેળવી લીધો હતો. બાદમાં ઇ્‌ય્જી એપ્રુવ કરીને આ નાંણા ટ્રાન્સફર કરી બેન્ક સાથે ઠગાઈ કરી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચ આર્થિક ગુના નિવારણ શાખા યુનિટ-૪ નાપી.આઈ.વી.એન.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts