છત્તીસગઢના કોંડાગાંવ-નારાયણપુર સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ આમને-સામને થયા. બંને બાજુથી થયેલા ગોળીબારમાં બે કટ્ટર નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. બસ્તરના આઈજી પી સુંદરરાજે જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળેથી એક છદ્ભ-૪૭ રાઇફલ અને બે મૃતદેહ મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પહેલા સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લાના ભૈરમગઢ અને મિર્તુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સાત નક્સલીઓની ધરપકડ કરી હતી. આ નક્સલીઓ પાસેથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડ્ઢઇય્) એ પેટ્રોલિંગ દરમિયાન દાલેર ગામના જંગલમાંથી છ નક્સલીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ટિફિન બોમ્બ, કાર્ડેક્સ વાયર, જિલેટીન સ્ટિક, વિસ્ફોટકો, બેટરી અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. સુરક્ષા દળોએ મિર્તુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ એક નક્સલીની ધરપકડ કરી છે. આ નક્સલીના બેકપેકમાંથી ટિફિન બોમ્બ, બેટરી, ઇલેક્ટ્રિક વાયર, ફટાકડા વગેરે મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા નક્સલીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં હુમલાઓમાં લગભગ ૧૫૦ ટકાનો વધારો થયો છે, જ્યારે ઘાયલ સૈનિકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૨૪ માં, ૈંઈડ્ઢ હુમલાના ૪૩ કેસ નોંધાયા હતા જેમાં ૨૯૨ ૈંઈડ્ઢ મળી આવ્યા હતા અને ૩૩ કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમાં નવ ઝ્રઇઁહ્લ જવાનોનો સમાવેશ થાય છે.
છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં ૨ કટ્ટર નક્સલીઓ ઠાર

Recent Comments