રાષ્ટ્રીય

UAEમાં ભારતીય મૂળના ૨ વ્યક્તિઓને મૃત્યુદંડની સજા

બન્ને લોકો હત્યાના ગુનામાં દોષિત ઠેરવાયા હતા છઈમાં હત્યાના કેસમાં ભારતીય મૂળના ૨ લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. વિદેશ મંત્રાલયે તેમની ઓળખ કેરળના રહેવાસી મોહમ્મદ રિનાશ એ અને મુરલીધર પીવી તરીકે કરી છે. યુએઈની સર્વોચ્ચ અદાલતે યુએઈમાં રહેતા કેરળના બે ઇમિગ્રન્ટ્સને હત્યા બદલ મૃત્યુદંડ ફટકાર્યો હોવાનું વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

આ મામલે વિદેશ મંત્રાલયે અગાઉ બંનેના કેરળ સ્થિત રહેતા પરિવારનો સંપર્ક સાધી તેમને આશ્વાસન આપ્યું હતું કે, તે આ અંગે જરૂરી તમામ કાયદાકીય સહાય ઉપલબ્ધ કરાવવા તેમજ માફી આપવાની માગ કરતી અપીલ કરી હતી. તેમણે યુએઈની સર્વોચ્ચ અદાલત સમક્ષ તેમને દયા અને ક્ષમા કરવાની અરજી પણ કરી હતી. પરંતુ અદાલત પોતાનો ચુકાદો જાળવી રાખતા તેમને મૃત્યુદંડ આપવા પર અડગ રહી છે. માફીની માગ કરતી અરજી ફગાવી દેવામાં આવી છે. દૂતાવાસ હવે પ્રયાસ કરી રહ્યું છે કે, મૃતકોના પરિવાર તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થાય.

આ પહેલા પણ ઉત્તરપ્રદેશની શહેઝાદી ખાનને પણ અગાઉ ૧૫ ફેબ્રુઆરીના રોજ અબુધાબીમાં ચાર માસના બાળકની હત્યા બદલ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. શહેઝાદીના પિતા શબ્બીર ખાને દિલ્હી હાઇકોર્ટમાં વિદેશ મંત્રાલયને આ મામલે દખલગીરી કરવા તેમજ તેમની દીકરીને બચાવી લેવાની માગ કરતી અરજી કરી હતી.

Related Posts