સુરતના માંગરોળમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા બે કામદારો મોતને ભેટ્યા હતા. જેને પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સુરતના માંગરોળ તાલુકાના નાના બોરસરા નજીક આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ગંભીર ઘટના સામે આવી છે. રિએક્ટરના મેઇન્ટેનન્સ દરમિયાન બે કામદારનાં ગેસ ગળતરથી મોત નીપજ્યાં છે.
આ સમગ્ર ઘટના મમમલે મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના કોસંબામાં ધામરોડ પર સ્થિત મંગલમૂર્તિ કંપનીમાં રેએક્ટરના મેઈન્ટેનેન્સની કામગીરી દરમિયાન ગેસ ગળતર થયું હતું. આ દરમિયાન ત્યાં કામ કરતા રાજન શર્મા અને રાજન સિંઘને અસર થઈ હતી. બંને કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ બંને કામદારોનું મોત નિપજ્યું હતું.
કંપનીમાં કામ કરતા રાજન શર્મા અને રાજન સિંઘ નામના બે કામદારોનું મોત થતાં તેમના પરિવારો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. જ્યાં બંનેના પરિવારોમાં આક્રંદ જાેવા મળ્યો હતો. બંને કામદારોના મોત બાદ કંપનીના અન્ય કર્મચારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતાં. સમગ્ર ઘટનામાં હોસ્પિટલમાં શોકનો માહોલ જાેવા મળ્યો હતો.
સુરતના કોસંબામાં આવેલ મંગલમૂર્તિ કંપનીમાં ગેસ ગળતરથી ૨ લોકોના મોત

Recent Comments