હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં આજથી લઈને 3 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ 28 થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી વરસાદે વિદાય લઈ લીધી છે. પરંતુ હાલ બે સિસ્ટમ સક્રિય હોઈ આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.
તો આ તરફ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન સેવ્યું છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના મેહસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદનો અંબાલાલ પટેલે વરતારો રજૂ કર્યો છે.


















Recent Comments