જમ્મુ-કાશ્મીરમાં દેશના વીર સુરક્ષાદળો દ્વારા સતત અલગ-અલગ ઓપરેશન ચલાવી દેશમાં અશાંતિ ફેલાવનાર, દેશ વિરુદ્ધ કરતીઓ કરનારા લોકોનો સફાયો કરવામાં આવી રહ્યો છે ત્યારે કિશ્તવાડના ચટરૂના સિંહપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ. સુરક્ષાદળોએ ફાયરિંગ બાદ ત્રણથી ચાર આતંકવાદીઓને ઘેરી લીધા. ફાયરિંગમાં એક જવાન શહીદ થયો છે. આ અગાઉ બે આતંકવાદીઓને પણ ઠાર મારાયા હતા. જાે કે, હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આ વિસ્તાર કાશ્મીરના અનંતનાગથી જાેડાયેલો છે. બની શકે કે આ આતંકવાદી પણ કાશ્મીરથી જ આવ્યા હોય. આતંકવાદી જૈશ મોહમ્મદના હોવાનું જણાય રહ્યું છે. હાલ વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે.
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે ચટરૂના સિંહપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા છે. માહિતી મળતા જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો. જ્યારબાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. બંને તરફથી ફાયરિંગ થયું.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. સુરક્ષા દળોએ કિશ્તવાડના સિંહપોરા, ચટરૂ વિસ્તારમાં અનેક આતંકવાદીઓને ઘેર્યા હતા. સેના અને સુરક્ષા દળોનું સંયુક્ત અભિયાન હાલ ચાલુ છે.
કિશ્તવાડના સબ ડિવિઝન ચટરૂના સિંહપોરામાં અથડામણ થઈ. આતંકવાદીની સંખ્યા ત્રણથી ચાર છે. પહલગામ ઘટના પહેલા આ વિસ્તારમાં જ ત્રણ આતંકવાદીઓને ઠાર મરાયા હતા.
કિશ્તવાડમાં સુરક્ષાદળો દ્વારા આતંકીઓ સાથે અથડામણમાં ૨ આતંકી ઠાર, ૧ જવાન શહીદ

Recent Comments