રાજકોટમાં ૨ હજારની નોટ ચલણમાં નથી, છતાં પણ ૩૦૦ કમિશનથી સ્વીકારવામાં આવે છે
રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પાન ડીપોનો વિડિયો થયો વાઇરલ, કહ્યું કે અમો ૨ હજારની નોટો સ્વીકારીએ છીએ. જાેકે ૨ હજારની નોટોને ચલણમાં ઉપયોગ કરવા ઇમ્ૈં મનાઈ હુકમ કર્યો છે. સમગ્ર દેશમાં ૨ હજારની નોટ વ્યવહારમાં(ચલણમાં) નથી છતાં રાજકોટમાં સ્વીકારવામાં આવે છે. રાજકોટના જુબેલી ખાતે આવેલ મહેતા પાન ડીપોનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં પાન ડિપો સંચાલક એક નોટ પર ૩૦૦ રૂપિયા કમિશન લઈ નોટ સ્વીકારે છે. પાન ડેપોના સંચાલક દ્વારા સ્વીકારવામાં આવ્યું કે અમે ૨ હજારની નોટ સ્વીકારી છીએ. રાજકોટમાં જુબેલી ગાર્ડન પાસે રૂપિયા ૨ હજારની નોટ રૂ. ૩૦૦ કમિશન લઈને અમે નોટને ચલણમાં લઈ આવવાં પ્રયાસ કર્યો છે.
પાન ડિપો સંચાલક એ કહ્યું કે અમને ખબર છે આ કાયદેસર નથી છતાં કમિશન માટે ધંધો કરીએ છીએ. કમિશન માટે ધંધો કરનારને પોલીસ સબક શીખવાડે તો પણ નવાઈ નહીં. રાજકોટ પોલીસો તપાસ ચલાવીનો યોગ્ય તપાસ હાથ ધરવી જાેઈએ. દેશમાં પ્રથમ નોટબંધી બ્રિટિશ શાસનમાં થઈ હતી. ૧૨ જાન્યુઆરી, ૧૯૪૬ના રોજ, ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ સર આર્ચીબાલ્ડ વેવેલે ઉચ્ચ મૂલ્યની બૅન્કનોટને નાબૂદ કરવા માટે વટહુકમનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે, ૨૬ જાન્યુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ૫૦૦, ૧૦૦૦ અને ૧૦,૦૦૦ રૂપિયાના મૂલ્યની બેંક નોટો અમાન્ય થઈ ગઈ છે. ૧૬ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારે કાળાં નાણાંને ખતમ કરવા માટે રૂ. ૧,૦૦૦, રૂ. ૫,૦૦૦ અને રૂ. ૧૦,૦૦૦ની નોટો બંધ કરી દીધી હતી.
તેના પગલાના ભાગરૂપે, સરકારે જાહેરાત કરી હતી કે તે દિવસે બેંકિંગ સમય પછી રૂ. ૧,૦૦૦, રૂ. ૫,૦૦૦ અને રૂ. ૧૦,૦૦૦ની નોટોને કાનૂની ટેન્ડર ગણવામાં આવશે નહીં. બીજા દિવસે એટલે કે ૧૭ જાન્યુઆરીએ સરકારની તિજાેરી સિવાયની તમામ બેંકો અને તેમની શાખાઓને વ્યવહારો માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. તે સમયે દેસાઈ સરકારમાં નાણામંત્રી એચ.એમ. પટેલ જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ નાણા સચિવ હતા. ૨૦૧૬ માં રાત્રે ૮ વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું અને ૧૨ વાગ્યે ૧૦૦૦ ચલણને બંધ કર્યું. આ ઐતિહાસિક ર્નિણય પછી, રૂ. ૧,૦૦૦/-ની સર્વોચ્ચ મૂલ્યની નોટોને બંધ કરીને નવી ૨,૦૦૦/-ની નોટ જાહેર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે જૂની નોટોને ચલણમાંથી બહાર કાઢીને નવી નોટો જારી કરવામાં આવી હોય. આ પહેલા પણ દેશમાં નોટબંધીનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૦૦૦ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.
Recent Comments