ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના પ્રવાસ અને ત્રણ મેગા રોડ શો અને કમલમમાં કાર્યકર્તાઓ સાથેના સંવાદ સાથે ભારત ચૂંટણી મોડમાં આવી ગઇ છે.
ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બન્નેના પ્રથમ તબકકાના ગુજરાત પ્રવાસ બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાલ ગુજરાત ભાજપના સૌથી વ્યસ્ત વ્યક્તિ બની ગયા છે. તેઓએ ગત સપ્તાહમાં વડાપ્રધાનના અને અમીત શાહ બન્નેના કાર્યક્રમમાં હાજરી આપી હતી તથા ગઈકાલે રવિવાર તેમના માટે સૌથી વ્યસ્ત દિવસ પણ પુરવાર થયો હતો જેમાં તેઓએ છેલ્લે અમદાવાદમાં એરપોર્ટ ક્ષેત્રમાં ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો પણ શુભ આરંભ કરાયો હતો અને તેઓએ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંક માટે સજજ થવા આહવાન આપ્યુ હતું. જેમાં હવે પક્ષે નવા સૂત્ર મોદીનું ગુજરાત અને ગુજરાતના મોદીનું નવું સૂત્ર આપ્યુ છે.
મકકમ ભાજપ અડીખમ તથા સૌનો સાથ, સૌનો વિકાસ- સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ તેવું સૂત્ર મળ્યુ હતું. C.R પાટીલે અમદાવાદ પહોંચીને આ ભીત સૂત્રોનો કાર્યક્રમ પુરો કર્યો હતો તથા બાદમાં તેઓ આજે દિલ્હીમાં સંસદના બજેટ સત્રના બીજા તબકકાના કાર્યક્રમમાં હાજર રહેવા રવાના થયા હતા .
Recent Comments