જુનાગઢ જીલ્લાના ભરણપોષણના કેસમાં ફરાર કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા રાજય જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલાફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અંગે ડ્રાઇવ આપેલ હોય તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા જુનાગઢ જીલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં વચગાળાના જામીન રજા પરથી છેલ્લા અગીયાર માસથી ફરાર થયેલ કેદીને જાફરાબાદ તાલુકાના રોહીસા ગામેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ .
પકડાયેલ કેદી : માંડણભાઇ લાખાભાઇ સાંખટ ( કોળી ) , ઉ.વ .૩૦ , ધંધો.મજુરી , રહે.રોહીશા તા.જાફરાબાદ જી.અમેરલી
ગુન્હાની વિગતઃ આ કામે મજકુર આરોપીની પત્નીએ નામ ઉના કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે કેસ કરેલ હોય જેમાં પત્નીને ભરણપોષણ ચુકવવા હુકમ થતા જે રૂપીયા ન ભરવા બદલ આરોપીને નામ ઉના કોર્ટ દ્વારા આશરે ત્રણ વર્ષની સાદી કેદની સજા ભોગવવા હુકમ થયેલ હોય અને મજકુર કેદી વચગાળાની જામીન રજા પર તા .૧૭ / ૦૫ / ૨૦૨૧ ના રોજ મુકત કરવામાં આવેલ અને બાદ મજકુર કેદી જેલ ખાતે સમયસર હાજર ન થઇ ફરાર થયેલ.
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના જોડાયેલ હતા .
Recent Comments