રાષ્ટ્રીય

ઇઝરાયેલે ગાઝા સિટીમાં શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં ૨૩ના મોત

ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝામાં ભયંકર હુમલો કર્યો છે જેમાં, ગાઝા સિટીની અંદર શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં ૨૩ લોકોના મોત થયા છે. આ હુમલામાં કેટલાક ટેન્ટમાં આગ લાગતા કેટલાક લોકો જીવતા સળગી ગયા હતા. ઇઝરાયેલ તરફથી આ હુમલાને લઈને કોઈપણ પ્રકારની ટિપ્પણી આવી નથી.
ત્યારે હવે બીજી બાજુએ આરબ મધ્યસ્થીકારો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચથી સાત વર્ષના લાંબા ગાળાની શાંતિના કરાર માટેના પ્રયાસ આદર્યા છે. ઇઝરાયેલનું લશ્કર સામાન્ય નાગરિકોના મોત માટે હમાસને જ જવાબદાર ઠેરવતું આવ્યું છે, કારણ કે હમાસના નાગરિકો ગીચ વસ્તીની અંદર છૂપાયેલા છે.
ઇઝરાયેલે ગાઝા ફરતે લગભગ બે મહિનાથી નાખેલા ઘેરાના કારણે ત્યાંના લોકો સુધી માનવીય સહાય પહોંચવી લગભગ અશક્ય બની ગઈ છે. આ બદલ ફ્રાન્સ, જર્મની અને બ્રિટને ઇઝરાયેલની ટીકા કરી છે. ત્રણેય દેશ ઇઝરાયેલના ગાઢ સહયોગી માનવામાં આવે છે.
પેલેસ્ટાઇનમાં વેસ્ટ બેન્કના પ્રમુખ મહમુદ અબ્બાસીએ હમાસને બંધકોને મુક્ત કરવા જણાવ્યું છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હમાસે શસ્ત્રો ત્યજી દેવા જાેઈએ. તેણે હમાસની તુલના કૂતરાઓ સાથે કરી હતી, જે ભસભસ તો કરે છે પણ કશું કરી શકતું નથી.જાે કે પશ્ચિમ સમર્થન પેલેસ્ટાઇની સત્તામંડળના વડા અબ્બાસ હમાસ પર કોઈ પ્રભાવ ધરાવતા નથી.
ત્યારે સામે હમાસની માંગ છે કે, ઇઝરાયેલ ગાઝાપટ્ટી પરથી સંપૂર્ણપણે હટી નહીં જાય ત્યાં સુધી તે બંધકો નહીં છોડે. તેને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ પર વિશ્વાસ નથી.

Related Posts