ભાવનગર

1980 થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની  2379 બેઠક આગામી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી

ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની  2379 બેઠક આગામી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/02/2026 બુધવારે સાંજે 6 કલાકે કવિ સંમેલન સ્વરૂપે યોજવામાં આવી હતી, જેનું સંચાલન કવિ જિત ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં કવિ શ્રી જયેશભાઈ ભટ્ટ, ડૉ.કિશોર વાઘેલા અને ડૉ.પરેશ સોલંકીએ કાવ્યપાઠ કરી માતૃભાષાનું મહિમાગાન કર્યું હતું. ડૉ.નાનકભાઈ ભટ્ટ અને હિમલભાઈ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમને અંતે ડૉ. નાનકભાઈ ભટ્ટે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંયોજન હિનાબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના કાવ્યરસિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts