fbpx
અમરેલી

25 જૂન ના દિવસે જેલવાસી લોકતંત્ર સેનાની ગોવિંદભાઈ ધંધુકિયા નું સન્માન કરી સાથે ભોજન કરતા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

ભારતીય લોકશાહી અને રાજનીતિના ઇતિહાસમાં સૌથી કાળા અધ્યાય સમાન 25 જૂન 1975ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકારે દેશ પર ગેરબંધારણીય રીતે કટોકટી લાદી લોકતંત્રની હત્યા કરી હતી. કોંગ્રેસે સંવિધાન પર કટોકટી રુપી બુલડોઝર ચલાવી લોકશાહીના આધાર સ્તંભ જેવી સંસદ, ન્યાયતંત્ર, વિરોધ પક્ષ અને મીડિયાને લાચાર અને નબળાં બનાવી દીધા હતા. મીસા ના કાયદા હેઠળ હજારો નિર્દોષ નાગરિકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. એમાં સાવરકુંડલામાં રહેતા ગોવિંદભાઈ ધંધુકિયાએ પણ અનેક તકલીફો ભોગવી હતી. આજના બલિદાન દિવસે તેઓના નિવાસસ્થાને જઈને તેમનું સન્માન કરતા એક નવીન ઊર્જાનું સંચાર થતા અનુભવી.

કટોકટી દરમિયાન સૌથી વધુ સંઘર્ષ કર્યો હોય તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ છે અને તે સમયે ભારતીય જનસંઘના રુપમાં કામ કરતી ભાજપ હતી. સંવૈધાનિક અધિકારીઓ અને લોકશાહીને જીવંત રાખવા વાળા સૌ સેનાનીઓનું ભારતીય જનતા પાર્ટીની સરકારે સદૈવ સન્માન કર્યું છે. ભારતીય લોકશાહી ની પુનઃ સ્થાપના માટે જોડાયેલ સૌ રાષ્ટ્રભક્તો નતમસ્તક વંદન કરું છું એવું અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts