25 મી તારીખે તાપમાનમાં એક સાથે 4 ડીગ્રીનો વધારો થશે, ફરી હિટવેવની શક્યતાઓ
વધુ ગરમી આ વખતે વહેલી પડી છે જેને છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ તોડયો છે. એન્ટી સાયકલોનીક સરકયુલેશન ની અસરથી ગત વીકમાં સતત 5 દિવસથી સોમવાર રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો હતો પરંતુ બે દિવસથી ગરમીનું વાતાવરણ 2થી 4 ડિગ્રી હળવું પડ્યું છે. ત્યારે ગરમીની સીઝનમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી થયું છે સવારે ઠંડક અને બપોરના સમયે ઠંડક જોવા મળી રહી છે. 25 મી તારીખે તાપમાનમાં એક સાથે 4 ડીગ્રીનો વધારો થશે. ત્યાર બાદ ફરી હિટવેવની શક્યતાઓ આગામી 3 દિવસ બાદ થશે. હવામાન વિભાગ અનુસાર 26 થી 27 તારીખ વચ્ચે હિટવેવની અસર થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જો કે અત્યારે વહેલી સવારમાં આ વાતાવરણ જોવા મળી રહ્યું છે બે દિવસથી આ સ્થિતિ છે. આગામી 5 દિવસની અંદર હવામાન સાફ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગત સોમવાર રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો હતો કચ્છ, મધ્યગુજરાત, સૌરાષ્ટ્રમાં વધુ ગરમી પડી હતી. એક સમયે 40થી 42 ડિગ્રી ગરમી પડવાનો અંદાજ હવામાન વિભાગનો હતી જેમાં. 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 10 વર્ષ પહેલાં 15 માર્ચ પહેલા આટલી મોટી ગરમી પડી હતી. 15 માર્ચ બાદ 40 ડિગ્રીને પાર થઈ ગરમી પહોંચી છે. રાજ્યમાં ગરમી એ આ રેકોર્ડ તોડયો તોડયો હતો ત્યારે ફરી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી હવામાન ઈભગ દ્વારા કરવામાં આવી છે.
Recent Comments