તા.૨૫ ડિસેમ્બર-સુશાસન દિન-સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ
અમરેલી તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ (બુધવાર) ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપાઇજીના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની રાજય સરકારની નેમ છે.
સ્વચ્છતા અભિયાન અન્વયે કરવામાં આવેલી કામગીરીમાં અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓને દર વર્ષે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા તેમજ અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયાએ અમરેલી જિલ્લા બાગાયત, જિલ્લા કલેકટર અને જિલ્લા માહિતી કચેરીને અનુક્રમે બેસ્ટ, ઇર્મજિંગ અને એસ્પારિંયગ એમ ત્રણ અલગ-અલગ કેટેગરીના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ કચેરીઓને તેમની કામગીરી માટે અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આ રીતે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું.નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકિય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરુઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિડિયોના માધ્યમથી રાજયભરના જિલ્લાઓ પણ જોડાયા હતા.
રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ૬૦૦ થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાડેજા તેમજ અમરેલી પ્રાંત અધિકારીશ્રી મહેશ નાકિયા, આરોગ્ય, પંચાયત, માર્ગ અને મકાન, નગરપાલિકા સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મયોગીશ્રીઓ સહિતના જોડાયા હતા.
Recent Comments